"કેમ ભાઈ? અમારી દોસ્તીમાં કોઈ ખામી દેખાઈ કે શું?" સ્કુલે જવા નીકળ્યાં અને મેં અંકિતને પુછી લીધું. "કેમ આવું પુછે છે?" અંકિત જાણતાં અજાણ બની રહ્યો હતો."બસ એમ જ આતો અમારા કરતા પેલા વિશાલ ને વધારે મહત્વ મળી રહ્યું છે. અમારા જોડે જમવાને બદલે તું હવે એની સાથે હોય છે. અને બીજું ઘણું બધું." "અરે એવુ થોડું હોય, એ તો હજી નવો મિત્ર બન્યો છે અને આપણે તો નાનપણના મિત્રો છીએ." તે પોતાનો બચાવ કરતા બોલ્યો એટલામાં જ અજયથી ના રહેવાયું એટલે તીખાં અવાજે બોલ્યો, "તો પછી આમ દુર કેમ થઈ રહ્યો છે?""અરે એવું કઈ નથી.""જા હવે... અમે જાણે ગાડાં હોય તેમ