{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આરાધન અને પ્રિતેશની સગાઈ થઈ ગઈ છે તેમ જ આરાધના અને તેના પરિવારે પોલીસ કમ્પ્લેન કરીને પ્રતાપને પોલીસના હવાલે કર્યો હતો. હવે જોઈએ આગળ.. } પ્રતાપના થોડા દિવસની જેલની સજા ભોગવ્યા બાદ જ્યારે તે જેલમાંથી છૂટ્યો તેનું બસ એક જ લક્ષ્ય હતું કે પોતાના અપમાનનો બદલો આરાધના સાથે કેવી રીતે લેવો. આમને આમ ઘણો સમય વીતી ગયો. અને આરાધના તેમજ તેના પરિવારને થયું કે હવે પ્રતાપથી પીછો છૂટી ગયો છે. આગળ દિવાળી આવતી હતી અને દિવાળી બાદ તુરંત આરાધના અને પ્રિતેશના લગ્ન થવાના હતા..