એકવાર સુખને થયું, કે લાવ દુ:ખને પૂછી જોઈ કે આજકાલ એ શું કરે છે. એટલે સુખે પોતાનો મોબાઈલ કાઢી પહેલાં દુ:ખને વીડિયો કૉલ કરવાનું વિચાર્યું, પણ પછી સુખને થયું કે ના, વીડિયો કૉલ હમણાં રહેવા દઉં, કેમકે એને કદાચ મારી સાથે વાત કરતા થોડો સંકોચ થશે, કે પછી એવું પણ બને કે, એ કદાચ મારી સાથે નજર મિલાવ્યા વગર વાત કરશે, તો એમાં પણ મને કે એને, અમને બન્નેને વાત કરવાની મજા નહીં આવે.આટલું વિચારીને સુખે દુ:ખને ફોન કરવાનું વિચાર્યું પણ પછી એને થયું કે, રહેવા દે એમાં પણ ફટાફટ સામ સામે એને જવાબ આપવો પડશે, એના કરતાં તો હું એને મેસેજ