કેટલાય દિવસથી મને પણ ગુજરાતી ટૂંકીવાર્તાના સાહિત્ય સ્વરૂપ સાથે ચેડા કરવાનું મન થયેલું હતું. તે ઈચ્છા મેં આ વાર્તા દ્વારા પુરી કરી છે. હું ચિંતન પટેલ. આ વાર્તાનું મુખ્ય પાત્ર હું જ છું. તમને આ વાર્તા કહેતો કથક પણ હું જ છું. અને આ વાર્તાનો રચનાકાર એટલેકે લેખક પણ હું જ છું. આશા રાખું છું કે ટૂંકીવાર્તાના સ્વરૂપમાં બદલાવ કરવાનો મારો આ નવતર પ્રયોગ આપને જરૂર પસંદ આવશે.