આપવું અને લેવું. अन्नदानं परं दानं विद्यादानमतः परम्। अन्नेन क्षणिका तृप्तिः यावज्जीवं च विद्यया॥ અન્નદાન એ સર્વોત્તમ દાન છે, પરંતુ વિદ્યાદાન તેનાથી પણ શ્રેષ્ઠ છે. અન્નથી ક્ષણિક તૃપ્તિ મળે છે, પરંતુ વિદ્યાથી આજીવન તૃપ્તિ પ્રાપ્ત થાય છે. માણસને એક સારો વિચાર આવે ને તેનું જીવન બદલાઈ જાય. આવી એક વાત લઈને આજે આવ્યો છુ. એક રેલ્વે સ્ટેસન નો ભિખારી હતો, જેનું જીવન રેલની મુસાફરીમાં ભીખ માંગવામાં વીતતું હતું. એક દિવસ, ટ્રેનમાં તેની નજર એક સૂટ-બૂટ ધારણ કરેલા શ્રીમંત સેઠ પર પડી. તેના મનમાં વિચાર આવ્યો, “આ વ્યક્તિ નિશ્ચિતપણે સમૃદ્ધ છે; જો હું આની પાસે ભીખ માંગીશ, તો મને ઉદાર દાન