ભાગવત રહસ્ય - 283

  • 134

ભાગવત રહસ્ય - ૨૮૩   ગ્વાલ-બાળ મિત્રો ના અધ્યક્ષ –લાલાજી,આજે ઘરમાં જ માખણ ની ચોરી કરતાં યશોદાના હાથમાં પકડાયા છે.કાળના યે કાળ ને આખી દુનિયાના માલિક આજે –થરથર કાંપે છે,આંખમાંથી આંસુ નીકળે છે.બાળમિત્રોએ જોયું કે આજે –લાલો પકડાયો છે.સદા હસતો અને કિલ્લોલ કરતો કનૈયો લાલો આજે ધ્રુજે છે,લાલાના આંખમાં આંસુ છે.!!!! એટલે બાળમિત્રો પણ રડવા લાગ્યા છે, (નજર સમક્ષ આ દૃશ્ય ની કલ્પના કરવા જેવી છે)   રડતા રડતા તે સર્વ બાળમિત્રો યશોદાજી પાસે આવે છે અને મા ને કહે છે-કે-“મા તું લાલાને બાંધીશ નહિ,લાલા એ ચોરી કરી પોતે કંઈ ખાધું નથી,મા,બધું માખણ એણે અમને ખવડાવ્યું છે.એટલે તારે જે સજા