ભાગવત રહસ્ય - 281

  • 98

  દશમ સ્કંધમાં ભાગવતના ટીકાકારો પાગલ બન્યા છે.જેમ જેમ ઊંડાણમાં વિચારે તેમ તેમ નવા નવા અર્થો સામે આવે છે.ટીકાકાર કહે છે કે-યશોદાજીને કનૈયા કરતાં દૂધ વધુ વહાલું નહોતું,તેઓ દૂધ ઉભરાઈ જાય અને નુકસાન થઇ જાય તેના માટે દોડેલા નહોતા પણ ચૂલા પર જે દૂધ મુકેલું હતું તે ગંગી ગાયનું દૂધ હતું,એટલે યશોદાજીએ વિચાર કર્યો કે –લાલો ગંગી ગાયનું જ દૂધ પીએ છે,ગંગી ગાય સિવાય બીજું કોઈ દૂધ લાલાને ભાવતું જ નથી,તેથી જો દૂધ ઉભરાઈ જાય અને લાલો દૂધ માગે તો શું આપીશ? એમ વિચારી ને લાલાને માટે જ યશોદાજી દોડેલા.   દૂધ કનૈયાનું છે અને કનૈયા માટે જ તેઓ દોડેલા