આ બાજુ જોયું તો, જેન્સી બીજા વિભાગમાં બીજા ડોક્ટરને મળવા જતી રહે છે.તે ત્યાં જય છે અને ડોક્ટર સાહેબ ને મળે છે.ડોક્ટર કહે છે તારી ઓ.ટી.ની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે.બીજા સર્જન ડોક્ટરે આ વખતે તારા વખાણ કર્યા હતા.નો ડાઉટ કે તું એક સારી નર્સ છે.મને લાગે છે 15 થી 20 દિવસમાં તને આ લોકો સર્ટિફિકેટ આપી દેશે, પછી તારે એઝ અ ટ્રેનર તરીકે અહીં જોબ નહીં કરવી પડે, પણ જો તારે અહીં નર્સ તરીકે જોબ ચાલુ રાખવી હોય તો તારો પગાર વધારી દેવામાં આવશે.અને તારી રહેવાની પણ સગવડતા હોસ્પિટલ ક્વાર્ટર્સમાં થઈ જશે. કઈ ઉતાવળ નથી, તો નિરાંતે મને વિચારી