ભૂલ છે કે નહીં ? - ભાગ 47

  • 156

એ ભાઈ ઘરે આવ્યા. એટલે સ્વાભાવિક રીતે ચા નાસ્તો કરાવવો પડે. તમે પણ ઘરે હતા. પણ તમે એમની સાથે સારી રીતે વાત પણ ન કરી. ઉલ્ટાનું એમના ગયા પછી તમે મને એમ કહી દીધું કે આમ કોઈ આપણા ઘરે આવવું ન જોઈએ. જે ધંધા કરવા હોય તે બહાર કરવાન ઘરમાં નહીં લાવવાના. તમે જે આ શબ્દો બોલેલા એના પડઘા આજે વર્ષો પછી પણ મારા કાનમાં એમ જ છે. તમે જે બોલ્યા એનો અર્થ સીધો મારા ચારિત્ર્ય પર શંકાનો હતો. મેં તમને પૂછયું કે તમે જે આ બોલ્યા તેનો અર્થ ખબર છે તમને ? તમે એમ કહેવા માગો છો કે હું