અભિન્ન - ભાગ 7

  • 174
  • 60

અભિન્ન ભાગ ૭બહાર આવી પ્રીતિએ પોતાની જાતને સફાઈ માટે તૈય્યાર કરી. પોતાની સાડીનો એક છેડો પોતાની કમરમાં બાજુના ભાગે ખોસી તે આગળ ચાલી. એક પછી એક કરીને તેણે ઘરની તમામ વસ્તુઓ પરથી કપડાં હટાવવાનું શરુ કર્યું અને કપડાં ઝાટકી એમાં રહેલી ધૂળ ઉડાવવા લાગી. જમીન પર જમા થયેલી ધૂળને સાવરણી મારી અને કપડાંની ઝાટકથી દીવાલો સાફ કરવા લાગી. એક પછી એક તમામ દીવાલ, રસોઈઘર અને તમામ રૂમોને સાફ કરવા લાગી. ઘરમાં જરૂરી વસ્તુઓ લેવા માટે રાહુલ બહાર ગયો અને પ્રીતિએ એના રૂમની સફાઈ શરુ કરી. કપડાં વડે અલમારી સાફ કરતી વેળાએ એના હાથથી પુસ્તકોને ધક્કો લાગ્યો અને ફરી પેલું સ્નેપ નીચે