નિતુ : ૧૧૧ (પુનરાગમન) વિદ્યાને અનિચ્છાએ જવું પડ્યું. મનમાં રોનીને સજા આપવાની આગ ધખધખતી હતી. ગુસ્સો આવતો હતો અને મનમાં અશાંતિ હતી. મિહિર એની આ સ્થિતિથી જાણકાર હતો. એ તેને લઈ પોતાના ઘેર પહોંચ્યો. નિકુંજે એને પૂછ્યું, "શું થયું?"મિહિરે એને માંડીને બધી વાત કરી. વિદ્યાની અશાંતિ અને ગુસ્સાથી ફૂટતી આંખો એ બંનેને દેખાઈ રહી હતી. મિહિર એની સાથે વાત કરતો હતો અને એ એકબાજુ ઉભી રહી. બધું સાંભળ્યા બાદ નિકુંજ ધીમા પગે એની પાસે આવ્યો.એ પાછળ ફરી અને નિકુંજને કહ્યું, "હું એ હોસ્પિટલમાં જઈશ.""ઈટ્સ નોટ ધેટ ઇજી વિદ્યા! અત્યાર સુધીમાં રતને ઘણું બધું કરી નાખ્યું હશે."વિદ્યાના ચેહરા પર ગમ્ભીરતા આવી, મક્કમ