કુપ્પી ભાગ ૩ " લાસ્ટ ટાઈમ હું ગયો હતો એમની સાથે . ડોક્ટરે કહ્યું લાસ્ટ સ્ટેજ છે " દિલીપ ના મોઢે આ સાંભળી કુપ્પી દુઃખી થઈ ગયો ." તું વધારે ચિંતા ના કર . બધું બરાબર થઈ જશે . જા પહેલા મમ્મી પપ્પા ને મળી લે . અમે તો અહીં જ છીએ " જીગલો બેગ હાથમાં લઇ સીડી ચડવા લાગ્યો . ભુરા એ થેલો ઉપાડી લીધો અને ચારે કુપ્પી ના ઘર તરફ જવા લાગ્યા ." અરે વિકાસ અને વિનાયક ક્યાં છે ? " એ બંને પણ કુપ્પી ના ખાસ મિત્રો હતા ." વિનાયક તો દુકાન પર હશે . અમે એને બોલાવી