અંધકાર નો અવાજ - 2

શાહીબાગની જૂની મિલ સુધી પહોંચતા અર્જુનને પોતાની દરેક પગલાની ગણતરી કરવી પડી. રસ્તાઓ ખાલી હતા, પણ કોઈ નજરે અદૃશ્ય લાગતું તણાવ એને ઘેરતો લાગતો. બરાબર ૩:૩૦ વાગે, જ્યારે ઘડિયાળે ટકટકાટ કરવાનું પણ બંધ કર્યું હોય એવું લાગતું હતું, ત્યારે એ મિલના મુખ્ય ગેટ પર પહોંચ્યો. દરવાજો અર્ધો ખુલ્લો હતો. અંદરથી કશુંક ઝાંખું પ્રકાશ વહેતું હતું. ધીમા પગલાંમાં એ અંદર પ્રવેશ્યો. જૂના કાટમાળ, તૂટી ગયેલા મશીનો અને ભિન્ન પડેલા શીટ મેટલ વચ્ચે એક ખાલી હોલ જોવા મળ્યો. હોલના છેડે ટેબલ પર એક લેમ્પ હતું – જેનાં નીચે એક અજાણ્યો પુરુષ બેઠો હતો. એના ચહેરા પર ઊંડા ચશ્માં હતા, પાતળી શાલ ઓઢેલી