રાધે રાધે.... જેના વગર કૃષ્ણ અધૂરા છે તે રાધાજીનો આજે પ્રાગટ્ય દિવસ. બંને એકબીજા વગર અધૂરાં હોય એવું આ જગતમાં ભાગ્યે જ સર્જાતું હશે. શ્રીકૃષ્ણએ ભલે દેહ-લગ્ન ગમે તેટલા કર્યા હોય પરંતુ તો પણ રાધા વગરના કૃષ્ણની કલ્પના પણ ન થઇ શકે. .બરસાનાના વૃષભાન ગોપ અને કીર્તિદા ગોપરાણીને ત્યાં શ્રીરાધારાણીનો જન્મ ભાદરવા માસની સુદ પક્ષની અષ્ટમીએ થયો હતો. સચ્ચિદાનંદ શક્તિસ્વરૂપા અને અનુપમ, અનંત સૌંદર્ય-માધુર્ય સાગરસ્વરૂપા શ્રીરાધેરાણી એ શ્રી ઠાકોરજીની પ્રિય પ્રાણવલ્લભા છે, ભક્તોની રાધારાણી છે, ભક્તિકાવ્યની લાવણ્યમયી મુર્તિ અને પ્રેમની પૂર્ણ પ્રતિમા છે. શ્રી રાધાજી સર્વ આરાધ્ય, સર્વ ઉપાસક તત્ત્વ, કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી છે. શ્રી રાધાજીની દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય