આસપાસની વાતો ખાસ - 36

  • 144

36. ઘોડો લાવ્યા“અરે જીવણભાઈ, ઓરા આવો તો!” ધીરુએ મોં માંથી પાન ની પિચકારી રસ્તાની એક બાજુ મારી કહ્યું.જીવણલાલ થેલી લઈ ક્યાંક જતાં ઊભી ગયા. ધીરુ પાસે જઈ કહે “ બોલો, શું છે?”“અરે જબરી વાત સાંભળી. મને પણ નવાઈ લાગે છે. આપણો ઓલો કરણભા નહીં!” ધીરુ જીવણલાલની નજીક જઈ એના કાન પાસે બોલ્યો.“ઉં હું.. આઘા ઊભીને તો બોલતા હો યાર! એક તો પાન માવાની  એવી વાસ આવે છે ને એક બે ટીપાં પણ ઉડયાં.” જીવણલાલે કહ્યું. એને આમેય પોતાના કામે જવાની ઉતાવળ હતી.“અરે ભૂલ થઈ. ટીપું ઉડે એ વાતમાં માલ નહીં. સાફ મોં છે. પણ હું તમને બહુ ઊભા નહીં રાખું.