જીવન વ્યવહાર ચલાવવા માટે વાણી એ મહત્ત્વનું સાધન છે. પણ ક્યારેક જાણતાં-અજાણતાં વાણી અવળી રીતે અને અવળી જગ્યાએ વપરાય છે. અવળી વાણીના વિવિધ રંગરૂપમાં એક છે નિંદા-કૂથલી. નિંદા એ રોજિંદા જીવનમાં ઊંડે સુધી વણાયેલો દોષ છે. પહેલા તો આ દોષ ક્યારે થઈ જાય છે એ સમજવું અઘરું છે અને સમજાય પછી એને પકડવું ખૂબ અઘરું છે. નિંદા એ જીવનમાં પ્રગતિમાં બાધા નાખતો મોટો અવરોધ છે.લોકો નિંદા ક્યારે સૌથી વધારે કરે? જ્યારે કોઈ વ્યક્તિ માટે નેગેટિવ અભિપ્રાય હોય ત્યારે. અભિપ્રાય બંધાવાના અનેક કારણો હોઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ તરફથી અપમાન થયું હોય, એના પ્રત્યેના મોહનો માર પડ્યો હોય, આપણું ધાર્યું ના