હવન——ભારતીય સંસ્કૃત્તિમાં હોમ-હવન અને દાન-પુણ્યનુ અનોખુ મહત્ત્વ છે. યજ્ઞ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારો સાથે બ્રાહ્મણો દ્વારા કર્મ કરાવાય છે આ યજ્ઞ અલગ અલગ હેતુથી કરવામાં આવે છે. ગ્રહ પ્રવેશ, લગ્ન કે વાસ્તુ લેતી વખતે યજ્ઞ પ્રગટાવી અગ્નીની સાક્ષીએ વિધી કરવામાં આવે છે. જન્મથી મૃત્યુ સુધીની યાત્રા દરમિયાન સોળ અનુષ્ઠાન તેમજ કોઈપણ શુભ ધાર્મિક કાર્ય યજ્ઞ અગ્નિહોત્ર વિના અધૂરા ગણાય છે. વૈજ્ઞાનિક તથ્યો અનુસાર જ્યાં હવન કરવામાં આવે છે તેની આસપાસ રોગ પેદા કરતા કીટાણુઓ ઝડપથી નાશ પામે છે.આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરીને ચાર પુત્રો મેળવ્યા