35. યુપીઆઈ અને બાઈ જો રમીલા, અમે આ ચાર મહિના બહાર જઈએ છીએ. ઘણો ખરો ટાઇમ ફોરેન. તું સામે દિપીકાબેનને ઘરથી ચાવી લઈ ઘર સાફ કરતી રહેજે. મહિનામાં ખાલી બે વાર. તને ચાવી જોઈએ ત્યારે હું દીપિકાબહેનને વોટ્સેપ કોલ કરી દઈશ.” કુશળ ગૃહિણી ચિત્રાબહેને તેમની કામવાળી રમીલાને કહ્યું.“એ તો કરીશ જ. પણ બહેન, એ ચાર મહિના મારે પગાર વગર કાઢવા આકરા પડી જશે.” રમીલાએ ચિંતા વ્યક્ત કરી.“અરે ગાંડી, હું તને પગાર વગર રાખું એમ લાગ્યું? અર્ધો પગાર તો આપતી રહીશ.” ચિત્રાબહેને ભરોસો આપતાં કહ્યું.“પણ એ કરશો કઈ રીતે? તમે તો હશો નહીં!” રમીલાએ પૂછ્યું.“તે તારા ખાતામાં આપી દઈશ. અત્યારે અમારે બીજા