આ વાર્તા મારે અહીંયા જ રોકવી પડે છે. ઘણી વખત એવી વાર્તાઓ કે વિષયો મગજમાં આવે છે, જે વાર્તાઓ નો અંત જડતો નથી... આ વાર્તા પણ એવી જ છે. અંદર ની ક્રિએટિવિટી ઘણી વાર અટકી જ જાય છે. શબ્દો નો પ્રવાહ બંધ થઈ જાય છે. એટલે વધુ આ વાર્તા ના પ્રકરણો જડતા નથી. વાર્તા ના અંત ની જગ્યાએ આ લેખ મૂકું છું.વાંચકમિત્રો ,પુસ્તકો થી વધારે સાથે રહેનારો સારો મિત્ર કયો..? પુસ્તકો ક્યારેય માણસને એકલવાયું લાગવા દેતા નથી.. આ સુવાક્ય ઘણા સારા છે.. " જો દુનિયામાં કોઈ સાચું સ્વર્ગ હોય તો એ પુસ્તકાલય માં છે...જો તમને સાચું શિક્ષણ જોઈતું હોય તો બે કામ કરો.