લકી બેલેની એક ઇટાલિયન હતો અને તે એક ઢાબું ચલાવતો હતો જ્યાં તેના ગ્રાહકોને તે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતો હતો અને તે અહીં જ રહેતો પણ હતો.તેના આઠ છોકરા હતા જે બધાં જ પોતાની રીતે મોટા થયા બાદ પોતાના ધંધાઓ પર લાગી ગયા હતા.તેની પત્નીનું નામ માર્ટિયા હતું જે અત્યંત સ્થુળ હતી પણ અત્યંત પતિવત્રા હતી.પંદર વર્ષ પહેલા લકી નેપલ્સમાં એક માફિયા ડોન હતો પણ હાલમાં તો તેની ઉંમર ચુંમોતેર વર્ષની થઇ ગઇ હતી અને તેણે ધંધામાંથી નિવૃત્તિ લઇ લઇ લીધી હતી પણ કુતરાની પુંછડી ક્યારેય સીધી થતી નથી તે લકીને સારી રીતે ઓળખતો હતો કે બર્ની નેપલ્સમાં જોરદાર