સાંજે અમે છૂટ્યા, અજયે જે કહ્યું હતું એ પ્રમાણે મારા દિમાગમાં ફક્ત પારુલ ફરતી હતી. આજકાલ એનો ઉદાસ ચહેરો, મારી સામે જોઈ રહેવાનું, કડકાઈથી વાત કરવી એ બધુ જ મારી સામે તરવરવા લાગ્યું. અમે ગામમાં પહોચી ગયાં, બધા પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં કે કોઈ સાંભળે નહીં તે રીતે મેં વર્ષાને તળાવ પર મળવા આવવાનું કીધું. ગામનાં તળાવ પર હું ઉભો છું અને એ વિચારમાં હતો કે વર્ષા આવશે કે નહીં! ત્યાં જ તે મને દુરથી આવતી દેખાઈ. કદાચ આટલો આનંદ મને આ પહેલા તેને જોતા ક્યારેય ન હતો થયો. એ કપડા ધોવા આવાનું કહી અંહી આવી હતી. અમે તળાવનાં