અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી રહી હતી જે તે પોતે જ જાણતી નહોતી. બસ એક વાયદો કર્યો હતો જે હમણાં તે નિભાવી નહોતી શકતી. અને એ જ સત્ય કહેવા તે તેને કહી રહ્યો હતો. અવધિ ને એમ એકલા એકલા બબડતા જોઈ સારંગ ગુચવણ સાથે ચિંતા અનુભવી ઉભો થયો અને ત્યાં ના સિનિયર ડોક્ટર ને બોલાવવા લાગ્યો. પણ તેણે હજુ જોરથી બૂમ મારતા " ડૉ.....!!" કહ્યું જ હશે કે તેનો અવાજ ગળા માં જ અટકી ગયો. તે આગળ બોલી જ ન શક્યો. તેનું ગળુ અંદર ને અંદર ભિસાવવા લાગ્યું. તેણે આંખો ફાડીને અવધિ સામે