"સિંગલ મધર"( ભાગ -૧૬)કિરણ પર મેઘના મેડમનો ફોન આવે છે.એ કિરણના વખાણ કરીને કહે છે કે આપણે એક જ જ્ઞાતિના છીએ. મારી નાની બહેન માટે તમે યોગ્ય લાગો છો.મેઘના મેડમ..જો તમે એ બાબતે તૈયાર હોય તો તમારી મધર સાથે વાતચીત કરું અને પછી આપણે આવતા રવિવારે વધુ વાતચીત માટે મળીએ.કિરણ..મને ખબર છે કે તમે મારી મમ્મીને ઓળખો છો. અને આપણે જ્ઞાતિના છીએ. ને તમારે નાની બહેન કાવ્યા છે એ મને ખબર નહોતી. તમે જ્ઞાતિના વંશાવલી માં ઉંમર લખી જ નહોતી તેમજ ફોટા પણ કોઈ સાતમા આઠમામાં ભણતી માસૂમ છોકરીનો મૂક્યો હતો.મેઘના મેડમ હસી પડ્યા.હા..એ વાતનું જ દુઃખ છે. મેં એને