"તું શું કામ ચિંતા કરે છે બેટા..? હું છું ને તારી સાથે.. હું તને બધું જ શીખવી દઈશ.. ઓકે..?" દેવાંશ કવિશાની આંખમાં આંખ પરોવીને તેને વ્હાલપૂર્વક સમજાવી રહ્યો હતો..અને કવિશા ન છૂટકે હકારમાં પોતાનું માથું ધુણાવી રહી હતી..તેના દિલોદિમાગમાં હજી ગડમથલ ચાલી રહી હતી.. કે "હું શું કરું..? દેવાંશ સાથે ઝઘડો કરીને તેને ના પાડી દઉં...?"પરંતુ દેવાંશને દુઃખી કરવા તેનું મન તૈયાર થતું નહોતું... કારણ કે, દેવાંશના ચહેરા ઉપર આ વાતને લઈને કંઈક વિશિષ્ટ ખુશી વર્તાઈ રહી હતી...ટોટલ દોઢસો જેટલા સ્ટુડન્ટ્સના નામ આ પ્રોગ્રામ માટે આવી ગયા હતા....બીજે દિવસે ફરીથી કોણ કયા પ્રોગ્રામમાં ભાગ લેશે તે નક્કી કરવા માટે ફરીથી