લવ યુ યાર ભાગ-87કમલેશસરની કેબિનમાંથી બહાર નીકળતાં નીકળતાં જૂહીએ લવની સામે જોયું તો લવ પણ તેની સામે જ જોઈ રહ્યો હતો તેણે એકદમ પોતાની નજર ફેરવી લીધી અને તે સડસડાટ કેબિનમાંથી બહાર નીકળી ગઈ...અને હવે તેને થોડી હાંશ થઈ પણ પછી પાછી તે વિચારવા લાગી કે, હવે આ લવને હિસાબ બતાવવાનો, ખબર નહીં તેનો સ્વભાવ કેવો હશે? મને તો કંઈ આમતેમ બોલશે તો હું તો છોડી દઈશ આ કામ જ..." બસ આમ વિચારી રહી હતી ને તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે પોતાનો ફોન હાથમાં લીધો અને વાત કરવામાં બીઝી થઈ ગઈ.આ બાજુ લવ વિચારી રહ્યો હતો કે, આટલી બધી હોંશિયાર