દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 9

વિરાટને અમદાવાદ આવ્યે લગભગ એકાદ અઠવાડિયા જેવો સમય થઈ ગયો છે. આ એક અઠવાડિયામાં વિરાટે મેઘાને એકપણ ફોન તો નથી કર્યો, અને ઉપરથી મેઘાએ વિરાટને કરેલ એક પણ ફોન રીસીવ પણ નથી કર્યો, કે નથી મેઘાએ કરેલ મેસેજનો કોઈ જવાબ આપ્યો. એક તો વિરાટ મેઘાને જાણ કર્યા વગર અમદાવાદ આવી ગયો, એ વાત પણ હજી સુધી મેઘાની સમજ બહાર છે, ને ઉપરથી જ્યારે ફોન, કે મેસેજનો જવાબ આપવાનું પણ વિરાટે બંધ કર્યું, એટલે ખરેખર આ બધું મેઘાની ચિંતા વધારે એવું હતું. અને મેઘાની ચિંતામાં વધારો કેમ ન થાય ?મેઘા તો વિરાટની જીંદગી બની ગઈ હતી, આજ સુધી મેઘા ને મળ્યા વગર વિરાટ