અવધિ ના નામ ની બૂમો મારતો એક છોકરો જેવો તેના રૂમ માં આવ્યો કે બધું એકાએક શાંત થઈ ગયું. પણ હમણાં અવધિ ના ઘર ની હાલત અને જાતે અવધિ ની આવી હાલત જોઈ તે છોકરા ને બધું સમજાઈ રહ્યું હતું. તેણે સમય બગડ્યા વગર અવધિ ને બાજુમાં ઉઠાવી અને તરત જ ત્યાંથી લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો. તેના જતા જ ફરી એક ધુમાડા સાથે તે આકૃતિ પ્રગટ થઈ અને તેણે એક તીક્ષ્ણ અવાજમાં હાસ્ય રેડતા કહ્યું," હોસ્પિટલ? હા? મારી પણ મોત ત્યાં જ થઈ હતી. હવે તારી પણ અંતિમ શ્વાસ ત્યાં જ ગણાશે." ************************અવધિ ના શરીર પર ઘા હતા. પણ એટલા ઉંડા