આસપાસની વાતો ખાસ - 34

  • 132

34. ડિજીટલ દખડાં ડોરબેલ વાગી. હું લોટવાળા હાથે  મારા બેંગલોર સ્થિત ફ્લેટનું બારણું ખોલવા દોડી. હજી સ્ટોપર ખોલું ત્યાં સામેના  ફ્લેટમાં રહેતો યુવાન સૌમિલ  ડોરને ધક્કો મારી અંદર ઘુસી જતાં કહે "ભાભી, જલ્દી દોઢસો બસો છુટા આપો ને! જલ્દી."હું એમ તો પાડોશીઓ સાથે સંબંધ જાળવવામાં માનનારી અને પાછી એકલી. તમારા ભાઈ તો આખો દિવસ નોકરીએ હોય. પાડોશીના પહેલા સગા થવું પડે, ભલે ક્યારેક એ ગેરલાભ લઈ જાય. મેં સૌમિલ સામે સ્મિત કરી તેને ઘરમાં આવવા કહ્યું.સૌમિલ બહાર જ ઉભો રહ્યો. તે ખૂબ ઉતાવળમાં લાગ્યો. તે હાંફતાં હાંફતાં બોલ્યો, "ભાભી, આપોને પ્લીઝ!". મેં નજીક પડેલી મારી પર્સમાં હાથ નાખી જે નાની નોટો