ફાઈનલી એ દિવસ આવી ગયો હતો કે જેની આરાધના આતુરતાથી રાહ જોઈ રહી હતી.આજના દિવસે બદલાતા સંબંધોના સમીકરણમાં અનંત જ્યારે આરાધનાને ખૂશ ખૂશહાલ જુએ છે ત્યારે અનંત ને મનમાં એકજ વિચાર આવી રહ્યો હતો. હે ઈશ્વર, મારી દોસ્ત આરાધનાને દુનિયાની દરેક ખુશી મળવી જોઈએ, જેની તે હકદાર છે.અમન જ જો આરાધનાની ખુશી અને પસંદગી હશે તો, તેનો પ્રેમ પણ અમનને સુધરવા પર અને બધી ઐયાશી છોડવા પર મજબૂર થઈ જાય એવુ પણ બની શકે છે. આવા વિચારો સાથે અનંત આરાધના સામે જોઈ રહ્યો હતો.આરાધના અમન સાથે આજના દિવસની તેની ખુશીનો આનંદ માણી રહી હતી,છતાં ખબર નહીં પણ કેમ અનંતને તેની