માલિકની અવજ્ઞા ચાલો દોસ્તો આજે તમને બે ચતુર ચોરો ની વાત કરું. માણસ પૈસા કમાવવા પોતાની બુધ્ધિ જેટલી ખોટા કામમાં વાપરે તેટલીજ જો તે મહેનત થી કમાવવામાં વાપરે તો શાંતિ અને સમાધાન બંને મળે. જીવનમાં વણ માંગ્યો ભય ન રહે. "अस्तेयं धर्ममूलं हि, सत्यं शास्त्रं सनातनम्।" અસ્તેયનો અર્થ છે ચોરી ન કરવી, અને ધર્મનો મૂળ આધાર અસ્તેય છે, સત્ય શાસ્ત્ર સનાતન છે। આમ એક સમયે બે ચોર ભેગા મળ્યા. એક ચોરે બીજા ચોરને કહ્યું, "હું આ માણસનું ગધેડું ચોરી શકું છું અને તેને ખબર પણ નહીં પડે." બીજા ચોરે કહ્યું, "એ કેવી રીતે શક્ય છે, જ્યારે લગામ તેના હાથમાં છે?