અજાણ્યો પ્રેમી – નવલકથાનું વિસ્તૃત પરિચય(પ્રેમ અને થ્રિલરનો અનોખો સંયમ)શબ્દો સાથે જીવતી અને લાગણીઓથી લખતી ઈશા, અમદાવાદમાં રહેતી એક યુવતી છે. એકલી રહેતી, પણ એકલો જીવતી નહીં—કારણ કે એના અંદર ભાવનાઓનો એક ખજાનો વસેલો છે. એક સફળ બ્લોગર અને નવલકથા લેખિકા તરીકે એનું જીવન બહારથી સરળ દેખાય છે, પણ અંદરથી તો તે હજી પણ એક સાચા પ્રેમીની રાહ જોઈ રહી છે—એવો પ્રેમી, જે એને શબ્દોમાં નહિ, સમજણમાં માણે.એક સાંજ એવી આવે છે કે ઈશાના મોબાઇલમાં એક અજાણ્યો સંદેશો આવે છે:"તમારા શબ્દો મારા જીવનો શ્વાસ છે..."પ્રથમ દ્રષ્ટિએ એ બહુ મોટો ચાહક લાગે છે, કદાચ કોઈ અંજાણો વાંચક. પણ તે સંદેશા રોજ