ભાગવત રહસ્ય - 280

  • 166
  • 1

ભાગવત રહસ્ય -૨૮૦   કનૈયો ઘુંટણે ચાલતો યશોદામા ના પાસે આવ્યો અને મા ને કહે છે –મા મને ભૂખ લાગી છે.યશોદાજી એ ગોળી તરફ નજર કરી,થોડું માખણ ઉપર આવ્યું છે –તે વિચારે છે-કે-માખણ ઉતારીને લાલાને ધવડાવીશ.યશોદાજી એ જે કામ હાથમાં લીધેલું તે મુકવાનું મન થતું નથી.મા કનૈયા ને ગોદમાં લેતી નથી એટલે લાલો રડવા લાગ્યો.એટલે મા નું હૃદય પીગળ્યું છે.મા એ બધું કામ મૂકીને કનૈયાને ગોદ માં લીધો અને કનૈયાને ધવડાવવા લાગ્યા.   વિચાર કરો-કે આ રુધિર માંસના શરીરમાંથી દૂધ કેમ નીકળતું હશે ? કે જે દૂધમાં નથી ખાંડ નાખવાની જરૂર કે નથી ગરમ કરવાની જરૂર !!!  મા ના હ્રદયનો