ભાગવત રહસ્ય -૨૭૯ ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યાપક છે.હૃદયમાં શ્રીકૃષ્ણ છે પણ સુષુપ્ત અવસ્થામાં છે.ઈશ્વર તો દરેકના હૃદયમાં છે,ફક્ત તેને જગાડવાની જ જરૂર છે. યશોદાજી જેવી માનસ,વાચા અને કર્મણાથી ભક્તિ થાય તો કનૈયો જાગે છે. શ્રીકૃષ્ણ એટલે આનંદ.આનંદ હૃદયમાં છે,તે આનંદને જગાડવાનો છે.મન,વચન અને કર્મ-આ ત્રણ ભક્તિરસમાં તરબોળ બને તો આનંદ જાગે છે.જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે,એટલે આનંદ મળતો નથી. આનંદ બીજામાં છે –એવી કલ્પના ખોટી છે.ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે. ઈશ્વરને કશાની જરૂર નથી,માત્ર પ્રેમથી અંદર સૂતેલા પરમાત્મા ને જગાડવાના છે. અને ભગવાન જાગી જાય તો- પછી આનંદ-આનંદ. લાલાજી ઉઠયા છે,”ભૂખ લાગી