ભાગવત રહસ્ય - 277

  • 224
  • 84

ભાગવત રહસ્ય - ૨૭૭   હવે શ્રીકૃષ્ણની દામોદર લીલાનું વર્ણન આવે છે. પહેલાં દામોદર લીલાનું તત્વજ્ઞાન જોઈએ.પરમ-પ્રેમથી પરમાત્મા બંધાય છે,યશોદાજીએ લાલાને બાંધ્યો હતો. શ્રીકૃષ્ણ પરમાત્મા પરમ-પ્રેમનું સ્વરૂપ છે.પ્રેમ અને પરમ-પ્રેમમાં તફાવત છે.પુત્ર,પત્ની વગેરે સાથેનો સ્નેહ તે પ્રેમ.થોડો સ્વાર્થ રાખીને પ્રેમ કરે તેને પ્રેમ કહે છે.પણ સર્વ જીવો સાથે નિસ્વાર્થ પ્રેમને પરમ-પ્રેમ કહે છે.માનવ સ્વાર્થ રાખીને પ્રેમ કરે છે,પરમાત્માને કોઈ અપેક્ષા નથી,તેમ છતાં જીવ સાથે પ્રેમ કરે છે.   આ જીવ નાલાયક છે,તે આંખથી,મનથી,જીભથી વારંવાર પાપ કરે છે,તો પણ ઈશ્વર તેને પ્રેમ કરે છે. ઈશ્વર જીવને પ્રેમ કરે છે અને જીવ પાસે ફક્ત એક પ્રેમ જ માગે છે.ધન-કે પૈસા માગતા નથી.