ભાગવત રહસ્ય - ૨૭૬ ગોકુલની કૃષ્ણલીલાનું તાત્પર્ય એ છે કે-શ્રીકૃષ્ણને ગોપીઓને મર્યા પછી નહિ પણ જીવતા જ મુક્તિ આપવી છે.એટલે તે ગોકુલ લીલા કરે છે. મનુષ્ય ભક્તિમય જીવન ગાળે,કૃષ્ણ લીલાનું ચિંતન કરે તો-તેને જીવતાં જ મુક્તિનો આનંદ મળે છે.ગોપીઓ ભલે ઘરમાં રહે પણ તેમનું મન કૃષ્ણમાં રહે છે.કોઈ પણ ધ્યાન ધારણા વગર,ગોપીઓના મનનો નિરોધ થઇ તે મન શ્રીકૃષ્ણમય થયું છે.એટલે ગોપીઓ ભક્તિમાર્ગ ની આચાર્યાઓ છે. મહાપ્રભુજીએ કહ્યું છે કે-હું ગોપીઓનો માર્ગ બતાવું છું,હું કંઈ નવું કહેતો નથી, જગતના લૌકિક રૂપમાં જેવી આસક્તિ છે,તેવી જો ભગવાનમાં આસક્તિ થાય તો સંસારનું બંધન છૂટી જાય છે. શ્રીકૃષ્ણનું સૌન્દર્ય એવું છે કે-જેને