સુખી થવાનો મંત્ર स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नुते। स्वयं ब्रह्माति संसारे स्वयं तस्माद्विमुच्यते॥ અર્થ: આત્મા પોતે જ કર્મ કરે છે, પોતે જ ફળ ભોગવે છે. પોતે જ સંસારમાં જન્મ-મરણના ચક્રમાં ફસાય છે અને પોતે જ તેમાંથી મુક્ત થાય છે. ઘણાં સમય પહેલાં સંજીવ નામનો એક નવયુવક હતો. તે હંમેશાં સાધુ-મહાત્માઓનાં દર્શન કરતો હતો. આ માટે તે મઠોમાં તથા તીર્થોમાં ભ્રમણ કરતો હતો. એક વખત તે કોઈ ઋષિ સાથે રહ્યો. તેની સેવાથી પ્રસન્ન થઈને ઋષિએ કહ્યું, “હે વત્સ! જો તારી કોઈ ઈચ્છા હોય તો હું તેને પૂરી કરી શકું છું.” સદવૃત્તિ ના સંજયે હાથ જોડીને કહ્યું, “હું યોગનું