ભૂલ છે કે નહીં ? - ભાગ 44

  • 302
  • 128

પછી તમારી વર્ષગાંઠ આવતી હતી મેં તમને કહ્યું હતું કે આપણે એ દિવસે બહાર જમવા જઈશું. પણ તમે કહ્યું કે ના મમ્મી પપ્પા ઘરે હોય આપણાથી ન જવાય. મેં માની લીધું. પછી દિવાળી આવી. મોટેભાગે અમારા ઘરે એવું થતું કે દર દિવાળીએ પપ્પા બધા માટે નવા કપડા લાવતા. પણ અહીં તો મેં એવું કંઈ જોયું જ નહીં. પણ મમ્મીએ એમ કહ્યું કે આ વખતે બેનની ડિલિવરી નો ખર્ચો કર્યો એટલે દિવાળીમાં નવા કપડા ન લઈશું તો ચાલશે. જે છે તે પહેરી લઈશું. મારી પાસે તો હા કહેવા સિવાય છૂટકો જ ન હતો. અને દિવાળી ચાલી ગઈ. હું મારા ઘરે રહેવા