ગર્ભપાત - 6

  • 400
  • 168

              ગર્ભપાત - ૬      સાવિત્રીના મુખેથી કંચનનું નામ સાંભળતા જ મમતાબાની આંખો સામે કંચનનો પોતાના બંને સાથે જોડાયેલો વર્ષો પહેલાંનો ભૂતકાળ તરી આવે છે. કંચનનો આત્મા હજુ પણ અકાળ મૃત્યુને લીધે ભટકી રહ્યો છે એ જાણી પોતાને દુઃખ થયું.      સાવિત્રી કે પોતાની વાતનો કોઈ વિશ્વાસ નહીં કરે એ વાત પોતે જાણતાં હતાં. મમતાબાએ સાવિત્રીને હિદાયત આપી કે આ વાતની હવેલીમાં કોઈને પણ જાણ કરવાની નથી.     મમતાબાના મગજમાં અત્યારે વિચારોનું વંટોળ ઘુમી રહ્યું હતું. કંચનનો માહિબાની હત્યા કરવા પાછળ શું ઉદ્દેશ્ય હોઈ શકે એ વિચાર સતત એમને કોરી ખાતો હતો.