રાતના ૧૧:૩૦ વાગી ગયા હતા અને રાધા ગામના અંદર પ્રવેશ કરી રહી હતી. ગામડામાં હજી પણ લાઈટ આવી ન હતી એટલે કે ત્યાં સ્ટ્રીટ લાઈટ નું નામો નિશાન ન હતું અને જ્યાં હતું ત્યાં બધું અંધારું જ હતું. એક બે લોકોએ તેના ઘરના બહાર જે લાઈટ લગાડી હતી તેનું જ થોડું અજવાળું હતું.રાધાને વધારે કંઈ ફરક દેખાતો ન હતો પરંતુ ઘર હવે નવા દેખાઈ રહ્યા હતા અને પહેલા કરતા ગામ થોડું સારું દેખાઈ રહ્યું હતું. પરંતુ પહેલાની જેમ અત્યારે પણ 11:00 વાગે જ બધા સૂઈ જતા હોય છે. રસ્તામાં તેને તેની શાળા પણ દેખાય જેને જોઈને તેને તેના નાનપણના દિવસો