મહાન સાહિત્યકાર પન્નાલાલ પટેલ

  • 692
  • 74

       ગુજરાતી ભાષાના અનોખા સાહિત્યકાર કે જેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો, ધાર્મિક નવલકથાઓ,નાટક,બાલવાર્તા સહિત અનેક સાહિત્ય સર્જનકર્યું છે તેવા શ્રી પન્નાલાલ પટેલનો આજે જન્મદિન છે. એમના ઉતમ સાહિત્યમાં સહુથી વધુ જાણીતા - સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨) ટૂંકી વાર્તા સંગ્રહો તો સામાજીક નવલકથાઓ- મળેલા જીવ ,માનવીની ભવાઇ અને ભાંગ્યાના ભેરુ છે. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.   તેમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ ચાર ભાઇ-બહેનો હતા. તેમના પિતા ખેડૂત