રેડ 2

  • 236
  • 86

રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિશ્ર પ્રતિભાવ મળ્યો છે અને ફિલ્મ ખરેખર નવા ડબ્બામાં જૂનો માલ જેવી છે. એમ કહી શકાય કે એની ‘રેડ’ ની સફળતાને કારણે દર્શકોએ સીકવલ જોવાનું પસંદ કર્યું છે. ‘પૈસા યે પૈસા’ ગીતવાળી ‘રેડ 2’ એક સાફસૂથરી ફિલ્મને કારણે પૈસા વસૂલ લાગી છે.‘રેડ 2’ ને અજય પારિવારિક ફિલ્મોમાં જ કામ કરતો હોવાથી એની ઈમેજનો લાભ મળ્યો છે. બોલિવૂડમાં ફિલ્મની સફળતાનો લાભ મેળવવા માટે એના એકથી વધુ ભાગ બનાવવાનો એક ફોર્મૂલા અમલમાં છે. દર્શકો ‘રેડ’ ના અમય પટનાયકના પાત્ર સાથે જોડાયેલા હોવાથી નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ અજય સાથે ફરી ‘રેડ 2’ બનાવી છે. એમાં અગાઉની ફિલ્મની સરખામણીએ નવીનતા નથી છતાં એક સફળ ફ્રેન્ચાઇઝી બની રહી છે.‘રેડ’ ના