આસપાસની વાતો ખાસ - 33

  • 1k
  • 468

33. બસ, આજની રાતડોકટરે બહાર આવી કહ્યું “વેન્ટિલેટર પર ત્રીજો દિવસ છે. ખાસ કોઈ આશા જણાતી નથી. બધા પેરામીટર એમ તો નોર્મલ નજીક છે પણ ક્યારેક કિડની બગડે, ક્યારેક  થોડા ઝાડા થતા હોય એવું લાગે તો ક્યારેક પેટ ચુંકાતું હોય એમ લાગે. મૂળ હવે શ્વાસની તકલીફ શરૂ થઈ છે. હાર્ટ ઘણું અનિયમિત ચાલે છે.અમે બનતું કરી લીધું. હવે વેન્ટિલેટર હટાવવા તમારા કોઈની પરમિશન જોઈએ.વિચાર કરીને અર્ધા કલાકમાં મને કહેવરાવો.”ડોકટર અન્ય રૂમોમાં બીજા પેશન્ટ્સને જોવા ચાલ્યા ગયા.સુકેતુભાઈને આઇસીયુમાંથી તો બહાર લઈ આવેલા પણ હવે વેન્ટિલેટર પર હતા. શ્વાસની  સખત તકલીફ  પડતી હતી.સાથે હિંમત આપવા, જરૂર પડે બિલ ભરવા ટેકો દેવા કે