પ્રકાર.... માઈક્રોફિકશન કૃતિ. ..... દિલનો ધબકાર.. રેલવે સ્ટેશન પર ખુબજ ચહલપહલ હતી. ટ્રેનના આવવાના હોરનનો અવાજ મસ્તિષ્કને પણ વલોવી નાખતો હતો. યાત્રીઓનો શોરબકોળને ઉપરથી અલાઉન્સ થતી સૂચનાઓ કાને પડી રહી હતી પણ ખ્યાલ નહોતો આવી રહ્યો કે શું કહેવા માંગે છે? ચારેબાજુ ઘોંઘોટમાં પણ જાણે શાંતિ ફેલાય ગઈ હોય એમ પ્રતીત થઈ રહ્યું હતું. પ્લેટફોર્મ નંબર ૩ બેઠેલો એક યુવાન અર્ધ જાગ્રત અવસ્થામાં હોય એમ દેખાય રહ્યું હતી. એ ક્યાંક જવા માગતો હતો પણ ક્યાં જવું હતું એ એને સમજાય નહોતું રહ્યું. કાંતો એ કલ્પના સળી પડ્યો હતો કે પછી કોઈના આવવાની રાહ જોઈ રહ્યો હશે. એનો