નિતુ : ભાગ ૧૧૦ વિદ્યાએ રોનીને મરાવવા માટે એક્સીડેન્ટ કરાવ્યો. એકબાજુથી ટ્રકની અડફેટે આવતા નિખીલના એ જ વખતે રામ રમી ગયા. પરંતુ બાજુમાં બેઠેલો રોની બચી ગયો.આ બધું જ તેઓનું પ્લાનિંગ હતું. એ પહેલેથી જાણતો હતો કે રોહિતે જયારે એને ફોન પાછો આપ્યો ત્યારે એ ટ્રેક કરીને આપ્યો હતો. એટલે એને ફસાવવામાં માટે જ આ બધું કરવામાં આવ્યું હતું. રોની ક્યાં છે અને શું કરવાનો છે? એ જાણતા એનો એક્સીડેન્ટ કરાવી મારવાની યોજના બનાવવામાં આવી હતી.ટ્રક વડે ટક્કર મારતાંની સાથે જ તેઓની ગાડી એક બાજુ ફંગોળાઈ ગઈ. ઉંધી પડેલી ગાડીના કાચ ચારેય બાજુ વિખેરાય ગયા અને ઘોબાઓ પડેલી ગાડીમાંથી લોહી નદીની