"જૂની ચાવી"પપ્પા,આ જૂની ચાવીઓ ક્યાંની છે?વ્યોમ બોલ્યો.રવિવારે વ્યોમે પિતાજીના રૂમમાં ખાંખાખોળા કરતા જૂની ચાવીઓ મળી હતી. વ્યોમાને નવાઈ લાગી હતી.જૂના ચશ્માની દાંડી સરખી કરીને પ્રવિણભાઈ બોલ્યા.ક્યાંથી મળી હતી? મારા રૂમમાં શું શોધતો હતો? તારા નામે વિલ કરી દીધું છે. એ ચાવીઓ જ્યાં હતી ત્યાં મૂકી દે.વ્યોમ..પપ્પા,આ ચાવી મેં પહેલી વખત જોઈ છે. હું મારી એક ચોપડી શોધતો હતો એ મળતી નહોતી એટલે મને થયું કે પપ્પાના રૂમમાં શોધું.તો મને આ ચાવીઓ મળી હતી.પ્રવિણભાઇ..ઓહ.. તારી બુક મેં લીધી નથી. મને પૂછવું તો હતું? એ ચાવીઓ ઠેકાણે મૂકી દે.વ્યોમ..પણ પપ્પા, તિજોરીની છે કે કોઈ ઘરની છે? આપણી છે કે બીજા કોઈની?પ્રવિણભાઇ હસ્યા..એ