લવ યુ કચ્છ - અદભૂત પુસ્તક

  • 1.6k
  • 294

પુસ્તક સમીક્ષાપુસ્તકનું નામ : Love You કચ્છ- રણમાં રોમેન્ટીક થ્રીલર લેખક -પ્રફુલ શાહપ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી 2025પ્રકાશક- નવભારત સાહિત્ય મંદિર અમદાવાદકિમત –રૂ. 299/-ઘરેબેઠા ઓનલાઈન એમેઝોન પરથી પણ માંગવી શકાય છે.             ચાર ભાષામાં 50 જેટલા પુસ્તકો આપનાર પીઢ પત્રકાર,લોકપ્રિય લેખક એવા શ્રી પ્રફુલ શાહ દ્વારા લખાયેલું પુસ્તક ‘Love You ક્ચ્છ’-રણમાં રોમેન્ટીક થ્રિલર એ કચ્છના મૃદુ હૃદય અને વિશાળ રુહ ધરાવતાં ધરતીભાગ માટે લખાયેલું એક ભાવનાત્મક પ્રેમપત્ર સમાન પુસ્તક કહી શકાય છે. કચ્છની રેતમાં વણાયેલ પ્રેમગાથા એ માત્ર પ્રેમકથા નથી, પણ તેમાં કચ્છની ધરતી, સંસ્કૃતિ, લોકો અને તેમના જીવન જીવવાની અનોખી રીતનો જીવંત ચિતાર છે.