કન્યાકુમારી પ્રવાસ

કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ ઘણું આજે બદલાઈ ગયું છે.એ વખતે કોંકણ રેલવે ન હતી. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન બેંગ્લોર થઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી  સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. મેં નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું. એ વખતે  'ઠંડા મતલબ કોકાકોલા' તેમ એલટીસી એટલે અમુક ટ્રાવેલ્સ. તેમની મોટે ભાગે 2x3  બસ હોય, રેલવે સ્લીપરમાં હોય તો એક સીટ પર  ત્રણ બેસે ત્યાં ચાર એડજસ્ટ કરવા પડે એ પણ લાંબી મુસાફરીમાં. બાકી તેમની ટૂરમાં કોમન રૂમોમાં રહેવાનું અને ક્યારેક