(વર્ષા અને હું બજારમાં છીએ....)હું ત્યાથી ઉભો થઈ તેની પાછળ ગયો, તે આગળ બરફના ગોળાવાળાને ત્યાં ઉભી હતી. હું તેની નજદીક ગયો અને તેણે મને બરફનો ગોળો આપ્યો, અમે બન્ને એક બાકડા પર બેઠા બેઠા એ ગોળો ખાવા લાગ્યા અને કઈપણ બોલ્યા વિના એકમેકને બસ જોઈ રહ્યા. તે ઝીણું હસી અને ગોળો ખાવા લાગી. અમે પ્રેમી પંખીડા ત્યાથી બજારમાં ગયા, તેને એક લાલ રંગનું ટેડીબિયર પસંદ આવી ગયું અને તેણે મારી પાસે એ માગ્યું, કદાચ આ પહેલી વાર હતુ કે તેણે કોઈ વસ્તું આમ માંગી હોય. પણ એ સમયે આપણી પાસે પૈસા ન હતા એટલે હું તે ન આપી શક્યો.