પ્રકરણ - ૮ લુગાનાની બહાર કેસ્ટગનોલામાં આવેલ વિલા હરમન રોલ્ફે દસ વર્ષ પહેલા એક અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર પાસેથી ખરીદ્યો હતો આ વિલામાં તમામ પ્રકારનાં સાધનો ઉપલબ્ધ હતા જેની માત્ર કલ્પના જ થઇ શકે તેમ છે.વિલા પહોંચીને હિકલ સીધો રસોડામાં ગયો હતો અને હેલ્ગા ગ્રેનવિલને વિલા દેખાડવામાં વ્યસ્ત થઇ ગઇ હતી.ગ્રેનવિલ તો વિલા જોઇને જ આશ્ચર્યચક્તિ થઇ ગયો હતો.જ્યારે અંતે હેલ્ગા તેને પોતાના બેડરૂમમાં લઇ ગઇ ત્યારે તેની સજાવટ જોઇને તો ગ્રેનવિલની આંખો ફાટી ગઇ હતી..હેલ્ગાએ કહ્યું કે ક્રિસ ડાર્લિગ હિકલ સમજદાર છે તે એ વાતને સમજે છે કે આ બેડરૂમમાં આપણે સુવાનાં છીએ....ગ્રેનવિલ બને તેટલો વહેલો આ રૂમમાંથી બહાર નિકળવા