ભાગ ૬ સવાર થયું અને હરિનો આખો પરિવાર ગેટ પાસે ઉભેલો. રાહુલની ગાડી દરવાજાની સામે હતી અને મહેશ તેઓનો સમાન ગાડીમાં મૂકી રહ્યો હતો. પ્રિતી વર્ષા પાસે ગઈ અને તેને પગે લાગી. "ખુશ રહેજો!" કહી તેણે આશીર્વાદ આપ્યા. રાહુલે પણ પોતાની મમ્મીના આશીર્વાદ લીધા અને પછી બંને રીતુ પાસે ગયા.બંને એકસાથે તેને પગે લાગ્યા. તેઓ નીચે જુકે એ પહેલા જ રીતુએ તેઓને પકડી લીધા. "અરે અરે, તમારું જીવન ખુબ સરસ વીતે એવી ભગવાનને પ્રાર્થના છે મારી." કહેતા તેણે પોતાનો વ્હાલ ભરેલો હાથ બંનેના ગાલ પર ફેરવ્યો.રજા લેવા રાહુલ હરિ પાસે ગયો અને પ્રીતિ તેની બાજુમાં ઉભેલી નિશા પાસે ગઈ. નિશા પોતાના